Geo Gujarat News

વેડચા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ: શિક્ષણ અને લોકભાગીદારીનો અનોખો સંગમ

આમોદ તાલુકાના વેડચા ગામની પ્રાથમિક શાળા ખાતે રાજ્ય સરકારના શિક્ષણ અભિયાન અંતર્ગત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી,જેમાં શાળાની બાળકીઓએ સુંદર અભિનય ગીત રજૂ કરીને મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોર ખાસ અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ-૧ ના કુલ ૧૧ બાળકોને શાળામાં પ્રવેશ કરાવી, ચોકલેટ ખવડાવીને મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું.શાળા પ્રવેશોત્સવમાં દાતાઓના સહયોગથી શિક્ષણ અને સુવિધાના કામોને વિશેષ વેગ મળ્યો હતો. એસ.એમ.પી. ચેરિટેબલ ટ્રસ્ટના ધર્મિષ્ઠાબેન પટેલ અને ડી.એમ.સી.સી. (DMCC) દહેજના મેનેજર પ્રકાશ પટેલના સહયોગથી વિદ્યાર્થીઓને નોટબુક, યુનિફોર્મ, દફતર અને પેન જેવી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આનંદની લાગણી પ્રસરી હતી. આ ઉપરાંત, શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે વાણી ફાઉન્ડેશનના કપિલ પટેલ અને માર્ટિન પટેલ તરફથી આર.ઓ. પ્લાન્ટ તથા વોટર કૂલરની ભેટ આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ગામના સરપંચ, સ્થાનિક અગ્રણી કિરણ પટેલ અને હેમંત પટેલ સહિત ગ્રામજનો, વાલીઓ અને આંગણવાડીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય અનિતા પટેલ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશેષ જહેમત ઉઠાવવામાં આવી હતી.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!