ભરૂચ : ભરૂચ શહેરમાં આવેલી સંત શિરોમણી રૈદાસ યુગાવતાર ડો. આંબેડકર રાષ્ટ્રીય સેવા સંઘ સંચાલિત શ્રી સચ્ચિદાનંદ વિદ્યાલય ખાતે શાળા પ્રવેશોત્સવના પાવન પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શિક્ષણ પ્રત્યે બાળકોમાં ઉત્સાહ અને પ્રેરણા વધે તે હેતુસર સામાજિક આગેવાન તેમજ ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ દિનેશ અડવાણી દ્વારા વિદ્યાર્થીઓને નોટબૂકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન બાળકોના ચહેરા પર ખુશીની ઝલક જોવા મળી હતી. શૈક્ષણિક જીવનના નવા પ્રારંભે મળેલી નોટબૂક વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની હતી. આ પહેલ દ્વારા શિક્ષણ સાથે સેવા અને સંવેદનાનો સુંદર સંદેશ પણ સમાજ સુધી પહોંચ્યો હતો. શાળા સંચાલકો દ્વારા સામાજિક આગેવાન તેમજ ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ દિનેશ અડવાણીના સેવાભાવી સ્વભાવ અને સતત સામાજિક કાર્યોને હૃદયપૂર્વક બિરદાવવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સમાજમાં શિક્ષણ અને માનવસેવા માટે કાર્યરત વ્યક્તિઓ હંમેશા પ્રેરણાસ્ત્રોત બને છે.
સંચાલકોએ ઈશ્વરને પ્રાર્થના કરી હતી કે દિનેશ અડવાણી ભવિષ્યમાં પણ આવી જ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજને માર્ગદર્શન અને સહયોગ આપતા રહે. સાથે જ વિદ્યાર્થીઓના શિક્ષણમાં સહયોગ આપવા બદલ શાળા પરિવાર દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com