Geo Gujarat News

ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ: સમની ગામના ગાંધી આશ્રમ ખાતે ભવ્ય રક્તદાન શિબિર યોજાઈ, ધારાસભ્ય ડી. કે. સ્વામી સહિતના અગ્રણીઓએ કર્યું રક્તદાન

આમોદ તાલુકાના ઐતિહાસિક સમની ગામ ખાતે આવેલ ગાંધી આશ્રમમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા પ્રખર રાષ્ટ્રવાદી નેતા ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે એક વિશાળ અને ભવ્ય સ્વેચ્છિક રક્તદાન શિબિરનું પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું હતું.આ માનવસેવાના મહાયજ્ઞમાં જંબુસર-આમોદ વિધાનસભાના ધારાસભ્ય ડી. કે. સ્વામી, ભરૂચ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શક્તિસિંહ પરમાર તેમજ આમોદ તાલુકા યુવા મોરચાના પ્રમુખ ચિરાગ પટેલે વિશેષ ઉપસ્થિતિ દર્શાવીને પોતે પણ રક્તદાન કરી સમાજ સામે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.વડોદરાની ધ્વનિ બ્લડ સેન્ટરની તબીબી ટીમની દેખરેખ હેઠળ યોજાયેલા આ કેમ્પમાં સ્થાનિક યુવાનો અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉમટી પડી સામાજિક જવાબદારીના ભાવ સાથે રક્તદાન કર્યું હતું, જ્યાં તમામ રક્તદાતાઓને ન્યૂટ્રિશન કીટ અને આકર્ષક ગિફ્ટ આપી સન્માનિત કરાયા હતા.આ સફળ રક્તદાન પ્રકલ્પના સમાપન બાદ ધારાસભ્ય ડી. કે. સ્વામીએ ગાંધી આશ્રમ પરિસરમાં સંચાલિત આંગણવાડીની મુલાકાત લઈને કાર્યક્રમમાં સેવા સાથે આત્મીયતાનો રંગ ઉમેર્યો હતો, જ્યાં તેમણે નાના-નાના ભૂલકાઓ સાથે ખૂબ જ સહજતાથી સંવાદ સાધી, તેમના બાળગીતો સાંભળ્યા હતા અને તમામ બાળકોને પ્રોત્સાહિત કરવા ચોકલેટનું વિતરણ કર્યું હતું. સમગ્ર આયોજન સેવાભાવ, સામાજિક સમરસતા અને જનકલ્યાણના ઉમદા ઉદ્દેશ્ય સાથે સફળતાપૂર્વક સંપન્ન થયું હતું, જેમાં સ્થાનિક સામાજિક-રાજકીય આગેવાનો, સમર્પિત કાર્યકરો અને ગ્રામજનોએ ખભેખભા મિલાવીને પ્રશંસનીય સહયોગ આપ્યો હતો.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!