Geo Gujarat News

વાગરા બસ ડેપોમાંથી 30 હજારની કેબિન ચોરી! ફરિયાદ બાદ પોલીસ દોડતી થઈ, અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધાયો

જાહેર સ્થળેથી તસ્કરો આખુ કેબિન ઉઠાવી ગયા! કેબિન ચોરીથી સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ! વાગરા બસ ડેપોના અંદરના ભાગમાં રાખવામાં આવેલી ભૂરા કલરની પટરાની કેબિનની ચોરી થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. અજાણ્યા તસ્કરો 30 હજારની કિંમતની કેબિનની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. આ અંગે કેબિનના માલિક નાસીરહુસેન મહંમદ પટેલ દ્વારા વાગરા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ ગત 18 એપ્રિલ 2026ના બપોરે 12:30 વાગ્યાથી 5 જુલાઈ 2026ના સવારે 10:00 વાગ્યા દરમિયાન કોઈપણ સમયે અજાણ્યા શખ્સોએ બસ ડેપોના અંદરના ભાગમાં રાખેલી કેબિનની ચોરીને અંજામ આપ્યો હતો. ફરિયાદના આધારે વાગરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધાયો છે, અને પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવે બસ ડેપો વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઊભા કર્યા છે. જાહેર સ્થળની અંદર રાખેલી ખાનગી માલિકીની કેબિનની ચોરી થવી તસ્કરોના બેફામ બન્યાનું સૂચન કરે છે. હવે સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે પોલીસ ઝડપથી આરોપીઓને ઝડપી કડક કાયદેસરની કાર્યવાહી કરે અને આવા બનાવો ફરી ન બને તે માટે વિસ્તારમાં અસરકારક સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!