Geo Gujarat News

વાગરા: વરસાદી વાતાવરણમાં વિલાયત ભૂખી પૂલ પર ભારદારી ટ્રક રોડની સાઈડમાં ઉતરી, સદનસીબે મોટી દુર્ઘટના ટળી

વાગરા તાલુકામાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે વિલાયત સ્થિત ભૂખી પૂલ પર એક ભારદારી ટ્રક અચાનક રોડની સાઈડમાં ઉતરી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રક રોડની ધાર પર જોખમી સ્થિતિમાં અટકી જતાં થોડા સમય માટે વાહનવ્યવહાર પણ સાવચેતીપૂર્વક પસાર કરાવવામાં આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ ટ્રક પલટી મારવાથી સહેજ રહી ગઈ હતી. જો ટ્રક સંપૂર્ણ રીતે પલટી ગઈ હોત તો તે સીધી નીચે આવેલી ભૂખી ખાડીમાં ખાબકી શકતી હતી, જેના કારણે મોટી જાનહાનિ અથવા ગંભીર દુર્ઘટના સર્જાઈ શકતી હતી. જોકે ડ્રાઈવરની સતર્કતા અને સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. ઘટના બાદ ટ્રકમાં ભરેલો માલ સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે અન્ય ટ્રક મંગાવવામાં આવી હતી. ત્યારબાદ માલ ટ્રાન્સફર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ વરસાદી વાતાવરણમાં વાહનચાલકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂરિયાત આ ઘટનાએ ફરી એકવાર ઉજાગર કરી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!