ભરૂચ જિલ્લામાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના પગલે સાવચેતીના રૂપે બજાર ચાર રસ્તા તેમજ આજુબાજુની તમામ દુકાનો બંધ રાખવામાં આવી છે. શહેરમાં સવારથી જ સતત વરસાદ વરસી રહ્યો છે, અને ચોમાસામાં હંમેશની જેમ આજે પણ ભરૂચના ફુર્જા ચાર રસ્તા, પીરકાઠી, ફાટા તળાવ અને ડભોઇયાવાડ જેવા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો જોવા મળ્યા હતા, જેને કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. સ્થાનિકોનું માનવું છે કે જો તંત્ર દ્વારા ગટરો મોટી કરવામાં આવે અને પ્રિ-મોન્સૂન કામગીરી વ્યવસ્થિત કરવામાં આવે તો દુકાનો અને ઘરોમાં પાણી ભરાવાની આ સમસ્યાથી રાહત મળી શકે છે.
ભારે વરસાદની આ સ્થિતિ વચ્ચે વોર્ડ નંબર ૧૦ના કાઉન્સિલર ફહીમ શેખની ટીમ દ્વારા વરસતા વરસાદમાં પણ વોર્ડના અનેક વિસ્તારોમાં સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન પ્રજાને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી હતી અને કોઈપણ ઈમર્જન્સી કે જરૂરી ચીજવસ્તુઓની જરૂર પડે તો સ્થાનિક કાઉન્સિલરનો સંપર્ક (મોબાઈલ નંબર: 9824704865) કરવા જણાવાયું હતું. ભારે વરસાદની આ પરિસ્થિતિમાં દરેક નાગરિકની સુરક્ષા જ સરકારની સર્વોપરી પ્રાથમિકતા છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com