Skip to main content

Geo Gujarat News

આમોદના બુવા ગામની ખાડીમાં પાણીમાં ફસાઈ સ્કોર્પિયો કાર: ટ્રેક્ટર ચાલક દેવદૂત બની ચાર લોકોનો આબાદ બચાવ, આમોદ-વાગરા-દહેજ માર્ગ બંધ

આમોદ તાલુકાના બુવા ગામ નજીક ધોધમાર વરસાદને કારણે ખાડીમાં આવેલા ધસમસતા પાણીના પ્રવાહમાં એક સ્કોર્પિયો ગાડી ફસાઈ જવાની ગંભીર ઘટના બની છે. વાગરા તરફથી આવી રહેલી આ ગાડી પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે રસ્તાની વચ્ચોવચ બંધ પડી ગઈ હતી, જેના કારણે તેમાં સવાર ચાર લોકોના જીવ જોખમમાં મુકાયા હતા અને ભારે અફરાતફરી સર્જાઈ હતી. જોકે, આ સમયે એક ટ્રેક્ટર ચાલક દેવદૂત બનીને આગળ આવ્યો હતો અને ભારે જહેમત તથા સમયસૂચકતા દાખવી સ્કોર્પિયોમાં ફસાયેલા ચારેય લોકોને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા, જેથી મોટી જાનહાનિ ટળી હતી.બીજી તરફ, સતત વરસી રહેલા વરસાદને કારણે બુવા ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં પીકઅપ સ્ટેન્ડ અને ભાથીજી મંદિર સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. બુવા ગામ નજીક ખાડી ઉપર કમરસમા પાણી ફરી વળવાથી આમોદ–વાગરા–દહેજ માર્ગ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે અને તંત્ર દ્વારા વાહનવ્યવહાર અટકાવી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વાહનચાલકો અને નાગરિકો માટે વિશેષ ચેતવણી આપવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ જોખમ ખેડીને પાણીમાંથી પસાર થવાનું સાહસ ન કરે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!