Skip to main content

Geo Gujarat News

અંકલેશ્વરના તાડ ફળિયામાં ચાલતા જુગાર ક્લબ પર સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો: 13 જુગારીઓ ઝડપાયા, ₹2.80 લાખનો મુદ્દામાલ જપ્ત

અંકલેશ્વર શહેરના તાડ ફળિયા વિસ્તારમાં ચાલતા જુગાર ક્લબ પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે દરોડો પાડી 13 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન રોકડ રકમ અને મોબાઇલ ફોન સહિત કુલ ₹2.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે જુગાર ક્લબના ચાર મુખ્ય સૂત્રધાર સહિત 60થી 70 જેટલા ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.મળતી માહિતી અનુસાર, ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ભરૂચ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના તાડ ફળિયા વિસ્તારમાં સલીમ હુસેન સૈયદ, ઝાકીર કમરુદ્દીન શેખ, કાંતિ મોરા અને વિજય દલપત વસાવા દ્વારા જુગાર ક્લબ ચલાવવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી.દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી ₹1.55 લાખની રોકડ રકમ, 19 મોબાઇલ ફોન સહિત કુલ અંદાજે ₹2.80 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પોલીસે જુગાર રમતા ગુલામ મુસ્તુફા ગુલામ, ફરીદખાન હબીબખાન પઠાણ, ભાવરાવ દગા વાનખેડે, સંતોષકુમાર બાબુલાલ પટેલ, જયેશ હીરા જીવરાજાણી, મહેન્દ્રસિંહ હિમંતસિંહ ભદોરીયા, બિપિન ધનસુખ બગટના, ધર્મેન્દ્ર અંબારામ પટેલ, અભિષેક વિજય જોશી, હિરેશ બાબુલાલ ભિયાણી, જીવન નાનજી કોળી, મેહુલ રમણ સુરતી તથા સલીમ ગેમલસંગ રાજની ધરપકડ કરી હતી.આ ઉપરાંત જુગાર ક્લબના ચાર મુખ્ય સૂત્રધાર સહિત 60થી 70 જેટલા અન્ય ઇસમોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!