Skip to main content

Geo Gujarat News

ભરૂચ: નવી વસાહતમાં ઘરફોડ ચોરી આચરનાર શિકલીગર ગેંગનો શાતિર ચોર એલસીબીના હથિયે ચડ્યો, 57 હજારનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ શહેરના નવી વસાહત વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરનાર કુખ્યાત શિકલીગર ગેંગનો પર્દાફાશ કરવામાં ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચને સફળતા સાંપડી છે. સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ અને મજબૂત હ્યુમન નેટવર્કના આધારે પોલીસે સરભાણ ચોકડી ખાતેથી ચોરીમાં વપરાયેલી મોટરસાયકલ સાથે શેરશીંગ ઉર્ફે સતનામ બચ્ચનશીંગ સિકલીગરને દબોચી લીધો છે. પોલીસ તપાસ દરમિયાન આરોપી પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન અને હોન્ડા શાઈન બાઇક મળીને કુલ 57 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મોડસ ઓપરેન્ડીનો ખુલાસો કરતાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ ભૂંડ પકડવાના બહાને આસપાસના વિસ્તારોમાં રેકી કરીને બંધ મકાનોની માહિતી ભેગી કરતો હતો. બાદમાં તેણે પોતાના સાળા ગબ્બરશીંગ સાથે મળીને રાત્રિના સમયે ચોરીને અંજામ આપવાનું નેટવર્ક ગોઠવ્યું હતું.ઝડપાયેલો આરોપી વડોદરા, આણંદ અને આમોદ સહિતના અનેક પોલીસ મથકોમાં અગાઉ પણ ઘરફોડ ચોરી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો નામચીન અપરાધી છે. હાલ પોલીસે મુખ્ય આરોપીને આગળની કાનૂની કાર્યવાહી માટે આમોદ પોલીસને સોંપ્યો છે, જ્યારે ફરાર સાળા ગબ્બરશીંગને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યાં છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!