Skip to main content

Geo Gujarat News

અંકલેશ્વર GIDCમાં SOGનો મોટો દરોડો, ફ્લેટમાંથી ગાંજો અને એમડી ડ્રગ્સ સાથે નશાના કારોબારીની ધરપકડ, બે મુખ્ય સપ્લાયર ફરાર..

ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં નશીલા પદાર્થોના કાળા કારોબાર સામે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ લાલ આંખ કરી મોટી કાર્યવાહી પાર પાડી છે. SOGની ટીમે અંકલેશ્વર GIDC સ્થિત તોરલ એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં ગુપ્ત બાતમીના આધારે દરોડો પાડીને ૨૮ વર્ષીય મોહિતકુમાર રાજેશકુમાર પાલ નામના યુવકને દબોચી લીધો છે. પોલીસે ફ્લેટની તલાશી લેતાં રૂ. ૯૩,૨૮૦ની કુલ કિંમતનો ૧.૦૪૫ કિલોગ્રામ ગાંજો, ૧૨.૦૧ ગ્રામ ગેરકાયદેસર મેફેડ્રોન ડ્રગ્સ અને મોબાઈલ ફોન સહિતનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ નશાનો જથ્થો વેચાણ અર્થે ફ્લેટમાં સંતાડી રાખવામાં આવ્યો હતો. આરોપીએ આ ગાંજો ફરાર મિથીલેશ પાસેથી અને મેફેડ્રોન ડ્રગ્સ દિપ્તેશ પટેલ નામના શખ્સ પાસેથી મેળવ્યું હોવાની કબૂલાત કરી છે. સમગ્ર મામલે અંકલેશ્વર GIDC પોલીસ મથકે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને ઝડપાયેલા આરોપી સામે આગળની કાર્યવાહી ધરી છે, જ્યારે નશાના નેટવર્ક સાથે જોડાયેલા ફરાર બંને મુખ્ય સપ્લાયરોને ઝડપી પાડવા ચક્રગતિમાન કર્યા છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!