Skip to main content

Geo Gujarat News

ભરૂચ: K.J. પોલિટેકનિક ખાતે માર્ગ સુરક્ષા સેમિનાર યોજાયો, પોલીસ અને યુવાનોએ ટ્રાફિક નિયમોના પાલનનો સંકલ્પ લીધો..

ભરૂચની કે.જે. પોલિટેકનિક કોલેજના સાયન્સ એન્ડ હ્યુમેનિટિઝ વિભાગ દ્વારા ભરૂચ જિલ્લા પોલીસના વિશેષ સહયોગથી એક દિવસીય ‘માર્ગ સુરક્ષા જાગૃતિ સેમિનાર’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સિવિલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા વર્ગમાં ટ્રાફિક શિસ્ત અને રોડ સેફ્ટી પ્રત્યે જવાબદારી કેળવવાનો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસના પીએસઆઈ આર.આર. ગોહિલ, તેમની ટીમ તેમજ ટ્રાફિક બ્રિગેડના જવાનોએ ખાસ હાજરી આપીને વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતા.સેમિનાર દરમિયાન પીએસઆઈ ગોહિલ અને પોલીસ ટીમે હેલ્મેટ-સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ, સ્પીડ લિમિટનું પાલન અને ડ્રાઇવિંગ વખતે મોબાઇલનો ઉપયોગ ન કરવા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક સમજણ આપી હતી. પીએસઆઈ ગોહિલે સ્પષ્ટ કર્યું હતું કે માર્ગ સુરક્ષા એ માત્ર કાનૂની પાલન નથી, પરંતુ અમૂલ્ય માનવજીવન બચાવવાની એક નૈતિક જવાબદારી છે. સંસ્થાના આચાર્યએ આ પહેલને બિરદાવી હતી, અને સેમિનારના અંતે તમામ વિદ્યાર્થીઓએ પોતે ટ્રાફિક નિયમો પાળવા તેમજ સમાજમાં માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાનો દ્રઢ સંકલ્પ લીધો હતો.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!