Skip to main content

Geo Gujarat News

જંબુસર: નવી ગટર લાઈનના કામ બાદ રસ્તાઓની બદહાલી, નબળી ગુણવત્તાના આક્ષેપ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી..

જંબુસર શહેરમાં ગુજરાત વોટર સપ્લાય એન્ડ સિવરેજ મેનેજમેન્ટ દ્વારા હાથ ધરાયેલી ફેઝ-૨ ની નવી ગટર લાઈન કામગીરી બાદ શહેરના રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. ગટર લાઈન નાખ્યા બાદ યોગ્ય માટી પુરાણ કે લેવલિંગકરાતાં મુખ્ય માર્ગો પર મોટા ખાડા પડી ગયા છે. વરસાદી માહોલમાંખાડાઓમાં વાહનો ખાબકવાના બનાવો વધી રહ્યા છે, જેના કારણે વૃદ્ધો, મહિલાઓ અને શાળાએ જતા માસૂમ બાળકો માટે જીવનું જોખમ ઊભું થયું છે. નબળી ગુણવત્તાના આર.સી.સી. મટિરિયલનો ઉપયોગ કરાયો હોવાના ગંભીર આક્ષેપો સાથે સમગ્ર કામગીરી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. સ્થાનિક રહીશોએ કામગીરીની ગુણવત્તા અને ટેન્ડરની શરતોના પાલન અંગે સવાલો ઉઠાવી જંબુસર નગરપાલિકા પાસે સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે. નગરજનોની સ્પષ્ટ માંગણી છે કે માત્ર કાગળ પર કામ દર્શાવવાને બદલે સ્થળ પર ગુણવત્તાસભર કામગીરી થાય અને જવાબદાર એજન્સી સામે કાયદેસરના પગલાં ભરીને તમામ રસ્તાઓનું કાયમી સમારકામ કરવામાં આવે. જો સરકારી નાણાંનો દુરુપયોગ અટકાવીને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય કામગીરી હાથ ધરવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં લોકશાહી ઢબે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ શહેરીજનોએ ઉચ્ચારી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!