Skip to main content

Geo Gujarat News

વાગરા: દહેજ પોલીસની સતર્કતા રંગ લાવી, દેશી બનાવટની પિસ્તોલ સાથે યુવક ઝડપાયો, આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી

ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો સામે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાન દરમિયાન દહેજ પોલીસે વધુ એક સફળતા મેળવી છે. દહેજ ગામના વાડી ફળિયા વિસ્તારમાંથી એક યુવકને દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે ઝડપી પાડીને તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે દહેજ પોલીસના સર્વેલન્સ સ્ટાફે વાડી ફળિયા વિસ્તારમાં વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ હિલચાલ કરતા એક યુવકને રોકી તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ મળી આવતા પોલીસ દ્વારા તેને તાત્કાલિક કબજે કરવામાં આવી હતી.ઝડપાયેલ આરોપીની ઓળખ અનિલકુમાર અરવિંદભાઈ ગોહિલ (ઉં.વ. 33), રહે. વાડી ફળિયા, દહેજ તરીકે થઈ છે. પોલીસે તેની પાસેથી અંદાજે રૂ. 20 હજારની કિંમતની એક દેશી બનાવટની પિસ્તોલ જપ્ત કરી છે. આ બનાવ અંગે દહેજ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ 25(1)(એ) તથા જી.પી. એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસે આરોપી આ હથિયાર ક્યાંથી લાવ્યો, તેનો ઉપયોગ શા માટે કરવાનો હતો અને તેની પાછળ અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે. દહેજ પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો રાખનાર અને અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપ્યો હોવાનું માનવામાં આવે છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!