Skip to main content

Geo Gujarat News

અંકલેશ્વરમાં SOGની સર્જિકલ સ્ટ્રાઈક, એક જ સપ્તાહમાં ત્રણ સ્થળે દરોડા પાડી ગાંજો, ડ્રગ્સ અને નશીલી ગોળીઓનો જથ્થો જપ્ત, નશાના કારોબારીઓમાં ફાળચ..

ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં નશાના કાળા કારોબારના મૂળિયાં ઉખેડી ફેંકવા માટે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ત્રાટકી છે અને ધડાધડ કાર્યવાહી કરીને ડ્રગ માફિયાઓમાં ભારે ફાફડાટ મચાવી દીધો છે. SOGની ટીમે છેલ્લા એક જ અઠવાડિયામાં અંકલેશ્વરના અલગ-અલગ ત્રણ વિસ્તારોમાં ત્રાટકીને ગાંજો, એમડી ડ્રગ્સ અને નશીલી વિમલ મુનક્કા વટીનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. ‘નશા મુક્ત યુવા’ અભિયાન હેઠળ ચલાવવામાં આવેલી આ વિશેષ ઝુંબેશમાં પોલીસે NDPS એક્ટ હેઠળ ગુના નોંધીને તમામ આરોપીઓને જેલભેગા કરી દીધા છે.SOGની આ આક્રમક કામગીરીની વિગતો મુજબ, ૩ ઓગસ્ટે રાજપીપળા ચોકડી પાસેથી ૨.૬૦ લાખની કિંમતનો ૩.૭૨૫ કિલોગ્રામ નશીલી વિમલ મુનક્કા વટીનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ ૬ ઓગસ્ટે અંકલેશ્વર GIDCના તોરલ એપાર્ટમેન્ટમાંથી ૧ કિલો ગાંજો અને ૧૨ ગ્રામ ગેરકાયદેસર મેફેડ્રોન ડ્રગ્સ કબજે કરાયું હતું. જ્યારે ૭ ઓગસ્ટે ભાટવાડ વિસ્તારમાંથી ૯૦ હજારની કિંમતનો વધુ ૧ કિલોગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે ઝડપાયેલા આરોપીઓની આકરી પૂછપરછ હાથ ધરી સમગ્ર સપ્લાય ચેઈન અને નેટવર્કને તોડી પાડવા કાનૂની શિકંજો વધુ મજબૂત બનાવ્યો છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!