Skip to main content

Geo Gujarat News

આમોદમાં બેકાબૂ કારે ત્રણ વાહનોને અડફેટે લીધા: એસબીઆઈ શાખા નજીક સર્જાયેલા અકસ્માતના દ્રશ્યો સીસીટીવીમાં કેદ, સદનસીબે જાનહાનિ ટળી

ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં આજે એક હૃદયકંપાવી દેનારી માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આમોદ શહેરમાં આવેલી જૂની સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) શાખા નજીકથી પસાર થઈ રહેલી એક ફોર-વ્હીલર કારના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી કારે રસ્તા પર પાર્ક કરેલા તેમજ ત્યાંથી પસાર થઈ રહેલા ત્રણ વાહનોને એકપછી એક જોરદાર ટક્કર મારી અડફેટે લીધા હતા.અકસ્માતની આ સમગ્ર ઘટના નજીકના લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે બેકાબૂ બનેલી કાર ક્ષણભરમાં ઈકો કાર,બાઈક, ટેમ્પો સહિત ત્રણ વાહનોને કચડી નાખે છે. કારની ટક્કર એટલી સખત હતી કે અડફેટે આવેલા વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. જોકે, આટલા ભયાનક અકસ્માત બાદ પણ સદનસીબે કોઈ મોટી જાનહાનિ ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટના અંગે સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા જ આમોદ પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી અને આગળની તપાસ હાથ ધરી છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!