Skip to main content

Geo Gujarat News

મહારાષ્ટ્ર: મોંઘવારીનો વધુ એક પ્રહાર, દૂધના ભાવમાં લિટરદીઠ ₹૨નો વધારો, ૧૧ ઓગસ્ટથી નવો ભાવ વધારો લાગુ થશે..

મહારાષ્ટ્રમાં સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક આકરો પ્રહાર પડ્યો છે, જ્યાં દૂધના ભાવમાં સીધો પ્રતિ લિટર ₹૨નો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. ‘મિલ્ક પ્રોડ્યુસર્સ એન્ડ પ્રોસેસર્સ વેલફેર એસોસિએશન’ દ્વારા લેવાયેલા આ નિર્ણાયક પગલાના કારણે આગામી ૧૧ ઓગસ્ટ ૨૦૨૬થી રાજ્યભરમાં ગાય અને ભેંસ બંનેના દૂધ માટે સુધારાત્મક નવા ભાવ લાગુ કરી દેવામાં આવશે. એસોસિએશન દ્વારા ગાય અને ભેંસ બંને પ્રકારના દૂધના ભાવમાં એકસમાન વધારો કરવાનો નિર્ણય લેવાતાં, દૈનિક ધોરણે દૂધ ખરીદતા કરોડો ગ્રાહકોના ઘરગથ્થુ બજેટ પર આર્થિક બોજ વધવો નક્કી છે. દૂધના ઉત્પાદન, પરિવહન અને પ્રોસેસિંગ કોસ્ટમાં થયેલા વધારાના બહાને એસોસિએશન દ્વારા આ ભાવવધારો ઝીંકવામાં આવ્યો છે. અચાનક કરવામાં આવેલા આ વધારાના કારણે મહારાષ્ટ્રના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રાહકોના માસિક ખર્ચમાં સીધો વધારો થશે, જેને પગલે આમ આદમી અને ગૃહિણીઓમાં ભારે અસંતોષની લાગણી ફેલાઈ છે. આવશ્યક ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી રહ્યા છે તેવા સમયે દૂધ જેવી દૈનિક પ્રાથમિક જરૂરિયાત પર વધારેલા આ ભાવથી મહારાષ્ટ્રની પ્રજા પર પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે.

 

 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!