Skip to main content

Geo Gujarat News

દેશભરમાં મોનસૂનનો મિજાજ આક્રમક: ૧૬ રાજ્યોમાં મુશળધાર વરસાદનું રેડ-યલો એલર્ટ, ગંગા-યમુના સહિતની નદીઓ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં પૂરનું સંકટ

સમગ્ર દેશમાં પહાડી વિસ્તારોથી લઈને મેદાની પ્રદેશો સુધી ચોમાસું પૂરા જુવાળમાં ખીલ્યું છે, જેના કારણે દેશની તમામ પ્રમુખ નદીઓ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને ઉફાન પર વહી રહી છે. ગંગા, યમુના, નર્મદા અને ચિનાબ જેવી મહાનદીઓ પાણીના પ્રચંડ પ્રવાહ સાથે કાંઠાના વિસ્તારોમાં રહેતા કરોડો લોકો માટે ભયનો સિરોટો ઉપજાવી રહી છે હવામાન વિભાગે આજે પણ દેશના ૧૬ જેટલા રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આકરી ચેતવણી જાહેર કરી છે. ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મૂ-કાશ્મીર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળ જેવા રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થવાની પૂરી શક્યતા સેવાઈ રહી છે.દેશની રાજધાની દિલ્હી પર ભારે વરસાદ બાદ હવે ભયાનક પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. જોકે, હથનીકુંડ બેરાજમાંથી પાણીનો પ્રવાહ છોડાયા બાદ યમુનાની વધતી જળસપાટી પર સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગ સતત નજર રાખી રહ્યું છે.આ ઉપરાંત, દિલ્હીમાં ૪૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા તેજ પવનો અને વાવાઝોડા સાથે વરસાદની તીવ્ર આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, ઉત્તર પ્રદેશમાં ગંગા, યમુના, શારદા અને સરયૂ સહિતની ૧૦ થી વધુ નદીઓ ભયજનક સપાટી વટાવી રહી છે, જેમાં શાહજહાંપુરના મિરઝાપુર સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. યુપીના ૨૦ થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરી તંત્રને સ્ટેન્ડબાય રહેવાના કડક આદેશો આપવામાં આવ્યા છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!