Skip to main content

Geo Gujarat News

માતર ટોલ પ્લાઝા પાસે એક્સપ્રેસ હાઈવે પર બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત: ફસાયેલા ડ્રાઈવરને કરજણ ફાયર ટીમે 45 મિનિટની જેહમત બાદ ઉગારી લીધો

કરજણ:એક્સપ્રેસ હાઈવે પર માતર ટોલ પ્લાઝા નજીક આજે સવારે 07:44 વાગ્યાની આસપાસ એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. રાજકોટથી Flipkart કુરિયર સર્વિસીસનો માલસામાન ભરીને સુરત તરફ જઈ રહેલી ટ્રકે આગળ ઊભેલી અન્ય એક ટ્રક પાછળ ધડાકાભેર ટક્કર મારી દીધી હતી.અકસ્માતના આ ભયાનક ધડાકામાં પાછળની ટ્રકનો કેબિનનો ભાગ ભીંસાઈ જતાં તેના ડ્રાઈવર સલમાન ખાન સ્ટીયરિંગ અને કેબિન વચ્ચે કમરથી નીચેના ભાગમાં ગંભીર રીતે ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ એક્સપ્રેસ હાઈવે ઓથોરિટી દ્વારા કરજણ ફાયર વિભાગના કંટ્રોલરૂમને તાત્કાલિક મેસેજ આપવામાં આવ્યો હતો.ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને કરજણ ફાયર વિભાગની ટીમ ઇમરજન્સી રેસ્ક્યુ ટેન્ડર સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ટીમે સ્થળ પર પહોંચીને તુરંત જ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી અને હાઇડ્રોલિક ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરી ધાતુના કટકા કાપીને ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. અંદાજે 45 મિનિટની ભારે જેહમત અને ત્વરિત કામગીરી બાદ ડ્રાઈવર સલમાન ખાનને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે આમોદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે ડ્રાઈવરનો જીવ બચી ગયો છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!