Skip to main content

Geo Gujarat News

અંકલેશ્વર: રાજપીપળા ચોકડી નજીક ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ, 1.983 કિલો ગાંજા સાથે ઈસમ ઝડપાયો..

અંકલેશ્વર બી.ડિવિઝન પોલીસે નશાના કાળા કારોબાર સામે કડક કાર્યવાહી કરતા રાજપીપળા ચોકડી નજીક મીઠા ફેક્ટરી કેનાલ રોડ પરથી ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ગાંજો, બાઈક અને મોબાઈલ ફોન સહિત કુલ 1.24 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે મંગલ પાસવાન નામનો ઈસમ બાઈક પર ગાંજાનો જથ્થો લઈને મીઠા ફેક્ટરી કેનાલ રોડ તરફ આવવાનો છે. બાતમીને ગંભીરતાથી લઈ બી ડિવિઝન પોલીસે સ્થળ પર વોચ ગોઠવી હતી. દરમિયાન બાઈક પર આવી રહેલા મંગલ પાસવાનને પોલીસે અટકાવી તેની તલાશી લેતા થેલીમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો.પોલીસે મૂળ બિહારના અને હાલ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલી મારૂતીધામ સોસાયટીમાં રહેતા મંગલ પાસવાનની ધરપકડ કરી છે. તેની પાસેથી 99,150ની કિંમતનો કુલ 1.983 કિલોગ્રામ ગાંજો, 20,000ની કિંમતનું બાઈક તથા મોબાઈલ ફોન સહિત કુલ 1,24,000થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. નશાના કારોબારને લઈને પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી ગેરકાયદેસર રીતે ગાંજાની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. હવે પોલીસની તપાસમાં ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને આ સમગ્ર નશાના નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તેવા સવાલોના જવાબ બહાર આવે તેવી શક્યતા છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!