આમોદ તાલુકાના ભીમપુરા ગામે રહેતા ૩૯ વર્ષીય વિજય લક્ષ્મણ રાઠોડ કડિયા કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દરમિયાન તેઓ આમોદના રાણાસ્ટ્રીટ વિસ્તારમાં આવેલા મહેશ નરસિંહભાઈ મકવાણાના મકાનમાં પ્લાસ્ટરનું કામ કરી રહ્યા હતા, ત્યારે સાંજે આશરે ૪ વાગ્યાના અરસામાં અચાનક વીજ કરંટ લાગતાં તેઓ ઘટનાસ્થળે જ ગંભીર રીતે ઝભડાઈ ગયા હતા અને તેમનું નિધન થયું હતું. ઘટનાની જાણ થતાં મકાન માલિકે તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે વિજયભાઈને આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા, જ્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
આ અચાનક બનેલી દુઃખદ ઘટનાને પગલે મૃતકના પરિવારજનો તેમજ ભીમપુરા ગામમાં ભારે શોકની લાગણી ફરી વળી હતી. મૃતક વિજયભાઈ પોતાના પરિવારના મુખ્ય કમાનાર આધારસ્તંભ હતા અને તેમની પાછળ પત્ની, બે દીકરીઓ તથા એક દીકરો વિલાપ કરતા છોડી ગયા છે. કમાઉ સભ્યોના અકાળે અવસાનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. બનાવ અંગે આમોદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023