Skip to main content

Geo Gujarat News

વડોદરામાં ઓનલાઇન અશ્લીલતા પીરસવાના કાળા કારોબારનો પર્દાફાશ, ફ્લેટ ખરીદી રેકેટ ચલાવતા મનીષ પઢિયારે દોઢ વર્ષમાં ₹૧ કરોડથી વધુ રળ્યા, રિમાન્ડ પૂર્ણ થતાં જેલહવાલે!

સંસ્કારી નગરી વડોદરાના માંજલપુર વિસ્તારમાં ઓનલાઇન ગ્રાહકો સામે યુવતીઓ પાસે અશ્લીલ હરકતો કરાવી મસમોટી કમાણી કરતા હાઇટેક કાળી કમાણીના રેકેટનો માંજલપુર પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડો પાડી આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર મનીષ કનુભાઇ પઢિયાર (રહે. દુર્ગા હાઇટ્સ, માંજલપુર) ની ધરપકડ કરી હતી. માંજલપુર પી.આઇ. કે.એચ. ચૌધરીએ આરોપીને અદાલતમાં રજૂ કરી બે વખત રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન હાથ ધરાયેલી સઘન તપાસમાં ચોંકાવનારો વિસ્ફોટ થયો છે કે આરોપીએ છેલ્લા દોઢ વર્ષમાં અશ્લીલતા પીરસીને ૧ કરોડથી વધુની કમાણી કરી લીધી હતી. રિમાન્ડની મુદત પૂર્ણ થતાં આજે આરોપીને અદાલતના હુકમથી જેલભેગો કરી દેવાયો છે.પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આરોપી મનીષ પોતે ભાડાના મકાનમાં રહેતો હતો, પરંતુ આ ગેરકાયદે ધંધાને ધમધમતો રાખવા તેણે દરબાર ચોકડી પાસે ‘પ્રકૃતિ ફ્લેટ’ સ્પેશિયલ ખરીદ્યો હતો. જ્યાં તે બહારથી યુવતીઓને લાવીને રાખતો હતો. દરોડા દરમિયાન ફ્લેટમાંથી યુ.પી.ની એક યુવતી મળી આવી હતી, જ્યારે દોઢ વર્ષમાં આવી પાંચ યુવતીઓ અહીં રહી ચૂકી છે. પોલીસે સ્થળ પરથી વડોદરાની એક યુવતીનો પાસપોર્ટ પણ જપ્ત કર્યો છે જેને નિવેદન માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. આ ગિરોહ ઓનલાઇન એપ્લિકેશન મારફતે ગ્રાહકોનો સંપર્ક કરી ૩૪થી વધુ પ્રકારની અશ્લીલ સેવાઓ પૂરી પાડતો હતો. ગ્રાહકો પાસેથી સીધા મનીષના બેંક એકાઉન્ટમાં નાણાં જમા થતાં હતાં, જેમાંથી તે યુવતીઓને કમિશન ચૂકવતો હતો. પોલીસે આરોપીના બેંક એકાઉન્ટ્સમાં થયેલા અન્ય શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનો અંગે આગળની ઊંડી તપાસ ચાલુ રાખી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!