Skip to main content

Geo Gujarat News

KYC બંધ થવાનું છે, 9 દબાવો! એક નંબર દબાવતા જ ખાલી થઈ શકે છે બેંક ખાતું! વાંચો આ એહવાલ

તમારું KYC બંધ થવાનું છે… KYC ચાલુ રાખવા માટે 9 દબાવો જેવા Automated Call હવે સાયબર ઠગો માટે નવું હથિયાર બની રહ્યા છે. આવા ફોન કરીને લોકોને ગભરાવીને પહેલા નંબર દબાવવાનું કહેવામાં આવે છે અને ત્યારબાદ બેંકિંગ સંબંધિત માહિતી, OTP, ATM PIN, CVV, UPI PIN જેવી ગુપ્ત વિગતો મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઠગોની આ જાળમાં ફસાતા જ ખાતાધારકને મોટો આર્થિક ફટકો પડી શકે છે. ખાસ કરીને KYC બંધ થવાની ધમકી આપી લોકોમાં ઉતાવળ અને ભય પેદા કરવામાં આવે છે, જેથી વ્યક્તિ વિચાર્યા વગર ઠગોની સૂચનાનું પાલન કરી બેસે. અજાણ્યા Automated Call પર કોઈપણ નંબર દબાવશો નહીં. કોઈપણ વ્યક્તિને OTP, ATM PIN, CVV કે UPI PIN આપશો નહીં અને અજાણી લિંક પર ક્લિક કરવાનું પણ ટાળો. બેંકના નામે શંકાસ્પદ ફોન આવે તો તાત્કાલિક ફોન કાપી નાખો અને બેંકનો સત્તાવાર સંપર્ક નંબર જ ઉપયોગ કરો. સાયબર ઠગાઈમાં એક ભૂલ ભારે પડી શકે છે, તેથી KYC બંધ થશે જેવી ધમકીથી ગભરાવવાને બદલે સતર્ક રહો. જાગૃતિ અને સાવચેતી જ સાયબર ફ્રોડ સામેનું સૌથી મોટું સુરક્ષા કવચ છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!