Skip to main content

Geo Gujarat News

SBI ના BSBD ખાતાધારકો પર ચાર્જનો મોટો પ્રહાર, ૧ ઓક્ટોબરથી બ્રાન્ચમાંથી ૪ થી વધુ વાર રોકડ ઉપાડશો તો ખિસ્સું ખાલી થશે, નિયમોમાં આકરો ફેરફાર!

દેશની સૌથી મોટી સરકારી બેન્ક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના બેઝિક સેવિંગ્સ બેન્ક ડિપોઝિટ એટલે કે ઝીરો બેલેન્સ ખાતાધારકો માટે સેવા શુલ્કના નિયમોમાં મોટો ફેરફાર કરીને ગ્રાહકોને મોટો ઝાટકો આપ્યો છે. આગામી ૧ ઓક્ટોબર, ૨૦૨૬ થી અમલમાં આવનારા આ નવા કડક નિયમ મુજબ, BSBD એકાઉન્ટ હોલ્ડર્સ જો બેન્ક શાખામાંથી એક મહિનામાં ૪ થી વધુ વખત રોકડ રકમનો ઉપાડ કરશે, તો તેમણે વધારાનો આકરો ચાર્જ ચૂકવવો પડશે. બેન્કે સ્પષ્ટ કર્યું છે કે દર મહિને માત્ર ૪ ટ્રાન્ઝેક્શન જ મફત રહેશે. જો ગ્રાહક ૫મી વખત બ્રાન્ચમાંથી રોકડ ઉપાડશે તો પ્રત્યેક ટ્રાન્ઝેક્શન પર ૧૫ પ્લસ GST ની વસૂલાત સીધી ખાતામાંથી કરી લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, BSBD ખાતું મુખ્યત્વે ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને બેંકિંગ પ્રક્રિયા સાથે જોડવા માટે શરૂ કરાયેલું ઝીરો બેલેન્સ એકાઉન્ટ છે, જેમાં લઘુત્તમ બેલેન્સ રાખવાની કોઈ જરૂર હોતી નથી અને મફત RuPay ડેબિટ કાર્ડ આપવામાં આવે છે. જોકે, સામાન્ય બચત ખાતાધારકો સિવાયના આ ગરીબ વર્ગના ખાતાધારકો પર જ હવે વ્યાજબી મર્યાદા બાદ ચાર્જનો કોરડો વીંઝવામાં આવ્યો છે. SBI એ આદેશ જારી કરીને સ્પષ્ટ તાકીદ કરી છે કે ૧ ઓક્ટોબરથી BSBD ખાતાધારકોએ બ્રાન્ચમાંથી કેશ વિથડ્રોઅલ કરતી વખતે પોતાના મફત ૪ ટ્રાન્ઝેક્શનની મર્યાદાનું કડક આયોજન કરવું પડશે, અન્યથા બિનજરૂરી ચાર્જ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!