Skip to main content

Geo Gujarat News

ભરુચ: મહિલાને ડાકણ કહી કુહાડીથી હુમલાનો પ્રયાસ કરનાર લંપટ પાડોશીનો અહંકાર ઓગળ્યો, ૧૮૧ અભયમ ટીમે કાયદાનો ડંડો બતાવી સ્થળ પર જ માફીપત્ર લખાવી પાઠ ભણાવ્યો!

ભરૂચ જિલ્લામાં ધાર્મિક આસ્થા ધરાવતી એક શ્રમજીવી મહિલાને ડાકણનું મેણું મારી વારંવાર અપશબ્દો બોલવા, કાળી ધમકીઓ આપવા અને કુહાડી જેવા જાનલેવા હથિયાર સાથે હુમલો કરવાના ગંભીર કેસમાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇને કડક કાનૂની આંકડા બતાવી આરોપીનો તમામ અહંકાર ઉતારી દીધો છે. ગરીબ મહિલા પોતાના ઘરે નાનપણથી જ દશામાતાનું વ્રત રાખી નિયમિત દીવા-બત્તી અને પૂજા-અર્ચના કરતી હતી. મહિલાની આ ધાર્મિક આસ્થાને અંધશ્રદ્ધાનો રંગ આપી લંપટ પાડોશી તેને શારીરિક અને માનસિક રીતે સતાવી રહ્યો હતો. મહિલા જ્યારે ઘરમાં એકલી હોય ત્યારે ગેરકાયદે ઘૂસવાનો પ્રયાસ કરી, ‘ડાકણ’ કહીને માનસિક ત્રાસ આપતાં પીડિતાએ ૧૮૧ અભયમ ટીમનો સંપર્ક કર્યો હતોઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ૧૮1 અભયમની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને આક્રમક રીતે કાનૂની કાર્યવાહીનો કોરડો ઉગામ્યો હતો. ટીમે ઉદ્ધત પાડોશીને આકરા શબ્દોમાં ચીમકી આપતાં સ્પષ્ટ સમજાવ્યું હતું કે, કોઈપણ મહિલા પર અંધશ્રદ્ધા આધારિત ખોટા આરોપો લગાવવા, હથિયારથી ધમકાવવું અને ઘર પર અતિક્રમણ કરવાનો પ્રયાસ કરવો એ જામીનપાત્ર ન હોય તેવો ગંભીર ગુનો છે, જેમાં સીધા જેલના સળિયા ગણવાનો વારો આવશે. કાયદાકીય જોગવાઈઓ અને જેલ જવાનો ભારે ડર દેખાતાં જ પાડોશીના હોશ ઊડી ગયા હતા. તેણે પોતાની ભૂલ સ્વીકારીને પીડિત મહિલાના પગે પડી માફી માંગી હતી અને ભવિષ્યમાં આવી હલકી ગેરવર્તણૂક ન કરવાની બાંહેધરી આપતું લિખિત માફીપત્ર સોંપ્યું હતું.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!