Skip to main content

Geo Gujarat News

અંકલેશ્વર પોલીસે ૪ વર્ષથી ફાટીને રખડતા પોક્સોના ભગોડા આરોપીને અમદાવાદથી દબોચ્યો, ૧૫ વર્ષની સગીરાનું અપહરણ કરી ઓળખ છુપાવી નાસતા ફરતા આરોપીની ખેલ ખતમ!

સગીરાઓ સાથે જાતીય સતામણી અને અપહરણ જેવા અત્યંત ગંભીર ગુના આચરીને કાયદાની આંખમાં ધૂળ નાખતા ગુનેગારો સામે અંકલેશ્વર શહેર “એ” ડિવિઝન પોલીસે મોટી સફળતા મેળવી કડક કાનૂની શિકંજો કસ્યો છે. ૧૫ વર્ષની નિર્દોષ સગીરાને લગ્નની લાલચ આપીને અપહરણ કરી જવાના તથા પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં છેલ્લા ૪ વર્ષથી કાયદાની પકડથી ભાગતો ફરતો રીઢો આરોપી પ્રદીપ રામમિલન પાંડે (રહે. કલ્યાણપુરી, દિલ્હી) ને પોલીસે અમદાવાદના સોલા વિસ્તારમાંથી દબોચી લીધો છે. પોલીસની આ આક્રમક કાર્યવાહીથી ગુનેગારોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૨માં અંકલેશ્વર જૂના ડેપો નજીકથી સગીરાનું અપહરણ કર્યા બાદ આ સાતિર આરોપી પોતાની અસલી ઓળખ છુપાવીને હરિયાણાના પાણીપત, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને મુંબઈ-મહારાષ્ટ્ર જેવા અનેક રાજ્યોમાં અંડરગ્રાઉન્ડ થઈને આશરો લેતો ફરતો હતો. જોકે, અંકલેશ્વર પોલીસ સર્વેલન્સ સ્કવોડે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સચોટ ઉપયોગ કરી આરોપી અમદાવાદના સોલામાં છુપાયો હોવાની ચોક્કસ બાતમી આધારે સર્જિકલ રેડ પાડી તેને ઝડપી પાડ્યો હતો. ચાર વર્ષ બાદ આખરે પકડાયેલા આ ભગોડા આરોપીને અંકલેશ્વર લાવીને જેલના સળિયા પાછળ ધકેલી કાયદાનું ભાન કરાવવા વધુ કડક તપાસ હાથ ધરવામાં આવી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!