Skip to main content

Geo Gujarat News

ભરૂચ: રાજસ્થાન પોલીસના જાપ્તામાંથી ભાગેલો અને પાલેજમાં ૧૬ વર્ષથી વોન્ટેડ હિસ્ટ્રીશીટર જયપુરથી દબોચાયો, ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડની મોટી સફળતા!

ભરૂચ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી પેરોલ, ફર્લો અને પોલીસ જાપ્તામાંથી નાસતા-ફરતા રીઢા ગુનેગારોને પકડવા માટે ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ હેઠળ ભરૂચ પોલીસને અતિ મહત્વની સફળતા સાંપડી છે. પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઈ આર.એસ. ચાવડા અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને આંતરરાજ્ય બાતમીદારોની નેટવર્કની મદદથી ૧૬ વર્ષથી કાયદાના હાથથી ભાગતો ફરતો કુખ્યાત આરોપી રાહુલ ઉર્ફે સત્યેન્દ્ર શ્યામસુંદર શર્માને રાજસ્થાનના જયપુર ખાતેથી કડક ઓપરેશન પાર પાડીને દબોચી લીધો છે. વર્ષ ૨૦૧૦ માં ભરૂચના પાલેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર ગુનામાં તે લાંબા સમયથી ફરાર હતો.પોલીસની આકરી પૂછપરછ અને રેકોર્ડ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલો રાકેશ શર્મા માત્ર ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાન પોલીસ માટે પણ માથાનો દુખાવો બન્યો હતો. આ સાતિર આરોપી રાજસ્થાન પોલીસના સશસ્ત્ર જાપ્તામાંથી પણ ચકમો આપીને ભાગી છૂટ્યો હતો. આ સિવાય તેનો મોટો ગુનાહિત ઈતિહાસ સામે આવ્યો છે, જેમાં રાજસ્થાનના ભીલવાડા પોલીસ સ્ટેશન તેમજ બિયાવર સિટી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી, વિશ્વાસઘાત અને ગુનાહિત કાવતરાં (IPC ૪૦૬, ૪૨૦, ૧૨૦-બી) હેઠળ અનેક આકરા ગુનાઓ નોંધાયેલા છે. જયપુરના સોડાલા વિસ્તારમાં છૂપાટોપો રહેતા આ રીઢા ગુનેગારને ઝડપી પાડી ભરૂચ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની આકરી તપાસ અર્થે પાલેજ પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!