આગામી ઓગસ્ટથી નવેમ્બર માસ દરમિયાન આવતા ગણેશ ચતુર્થી, દશેરા અને દિવાળી જેવા મોટા તહેવારો પહેલાં ખાંડના કૃત્રિમ ભાવવધારા અને સંગ્રહખોરી પર આકરો અંકુશ મેળવવા માટે કેન્દ્ર સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક આદેશ જારી કર્યો છે. તહેવારોના દિવસોમાં ખાંડની માગમાં થતા કલ્પનાતીત વધારાનો અયોગ્ય લાભ ઉઠાવી કાળોબજાર કરતા જથ્થાબંધ વેપારીઓ અને ઉદ્યોગો સામે સરકારે સિકંજો કસ્યો છે. નવા આદેશ મુજબ, મોટો વપરાશ ધરાવતા એકમો માટે ખાંડની સ્ટોક મર્યાદા અગાઉના ૩૦ દિવસથી ઘટાડીને માત્ર ૧૫ દિવસ કરી દેવામાં આવી છે. આ નવો કડક નિયમ ૧ સપ્ટેમ્બરથી ૩૦ નવેમ્બર ૨૦૨૬ સુધી સમગ્ર દેશમાં કડકપણે અમલી રહેશે.
સરકારના આ નકેલ કસતા નિર્ણયની સીધી અસર માસિક ૧૦ મેટ્રિક ટન (૧૦૦ ક્વિન્ટલ) થી વધુ ખાંડનો વપરાશ કરતા મોહજ્ઞ અને જથ્થાબંધ એકમો પર પડશે. જેમાં મોટા હલવાઈ, મીઠાઈના વેપારીઓ, બેકરી, કન્ફેક્શનરી યુનિટ્સ, સોફ્ટ ડ્રિંક બનાવતી મલ્ટીનેશનલ કંપનીઓ તેમજ ફૂડ પ્રોસેસિંગ એકમોનો સમાવેશ થાય છે. હવે આ એકમો પોતાની આગામી ૧૫ દિવસની જ જરૂરિયાત જેટલો જથ્થો રાખી શકશે; જો નિયત સીમાથી વધુ સ્ટોક જમા રખાશે તો તેમની સામે આકરી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. સંગ્રહખોરોને પકડવા માટે સરકારે ચોક્કસ ડેટા ટ્રેકિંગ ગોઠવ્યું છે, જેમાં શુગર મિલોના વેચાણ આંકડા, GST રિટર્ન ડેટા અને HSN કોડનું ઓનલાઈન ક્રોસ-વેરિફિકેશન કરીને ગેરકાયદે સ્ટોક કરનારા વેપારીઓને તાત્કાલિક ચોપડે ચડાવી કડક શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com