Skip to main content

Geo Gujarat News

કોકરોચ જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર સામે યુદ્ધછેડ, વાયદાપૂર્તિ ન થાય તો ફરીથી દેશવ્યાપી ઉગ્ર આંદોલનની ખુલ્લી ધમકી, ૨૪મીએ રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં ઘડાશે રણનીતિ!

કેન્દ્ર સરકાર સાથે થયેલા કરાર બાદ દેશવ્યાપી આંદોલન સમેટી લેનાર કોકરોચ જનતા પાર્ટીએ સરકાર પર વિશ્વાસઘાત અને પીછેહઠ કરવાનો સનસનાટીભર્યો આરોપ લગાવી ફરી એકવાર દેશવ્યાપી જનઆંદોલન મોરચે મંડાવવાની ગંભીર ચેતવણી આપી છે. ૨૫ જુલાઈના રોજ સરકાર અને સીજેપી વચ્ચે થયેલી સમજૂતી મુજબ વિદ્યાર્થીઓ પરના કેસો રદ કરવા અને પીડિતોને વળતર આપવાના વચનો અપાયા હતા. પરંતુ આ વચનો પૂરા કરવાને બદલે સરકાર હવે દેશના યુવાનો સાથે ખુલ્લેઆમ છેતરપિંડી કરી રહી હોવાનો આકરો પ્રહાર સીજેપીના નેતાઓએ કર્યો છે.આ મુદ્દે સુપ્રિમોમાં થયેલી સુનાવણી દરમિયાન સરકારનો બચાવ ખૂલ્લો પડી ગયો હોવાનો દાવો કરતા CJP ની લીગલ ટીમે જણાવ્યું કે, ૧૮ ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ ૧૪૨ હેઠળના વિશેષ અધિકારનો ઉપયોગ કરી પ્રદર્શનકારીઓ પરના તમામ કેસ એકસાથે રદ કરવા માટે કેન્દ્ર પાસે FIR ની યાદી માગી હતી. પરંતુ વારંવારની ટકોર છતાં સરકારે આ યાદી સોંપવામાં ગોલમાલ કરીને સ્પષ્ટતા ટાળી હતી. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું એ લડાઈની માત્ર શરૂઆત હતી તેમ જણાવતા પાર્ટીના સહ-સંયોજક સૌરવ દાસ અને રત્ના સિંહે સ્પષ્ટ કર્યું કે, NEET પરીક્ષાના વિવાદમાં જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓના પરિવારજનોને સન્માનજનક વળતર અને નિર્દોષ યુવાનો પરની તમામ FIR રદ ન થાય ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે. આ સંદર્ભે આગળની આક્રમક રણનીતિ ઘડવા ૨૪ ઓગસ્ટે CJP ની રાષ્ટ્રીય કારોબારીની કટોકટીની બેઠક બોલાવવામાં આવી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!