Skip to main content

Geo Gujarat News

ભરૂચ જિલ્લા જેલ રૂ.૧૬ કરોડના ખર્ચે હાઇટેક બની, રાજ્યમંત્રી કમલેશ પટેલના હસ્તે ફિમેલ બેરેક, હાર્ડકોર સેલ અને SRP બેરેકનું લોકાર્પણ!

ભરૂચ જિલ્લા જેલની સુરક્ષા વ્યવસ્થાને ચુસ્ત બનાવવાની સાથે કેદીઓના કલ્યાણ અને સુધારાત્મક અભિગમને વેગ આપવા માટે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા આશરે ૧૬ કરોડના આંગીણ ખર્ચે નિર્માણ પામેલા વિવિધ આધુનિક પ્રકલ્પો તેમજ મજબૂત કમ્પાઉન્ડ વોલનું રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલ અને મંત્રી ઈશ્વરસિંહ પટેલના વરદહસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેલના આધુનિકીકરણ અને વહીવટી તંત્રની કાર્યક્ષમતા વધારવા માટે સરકારે રૂ. ૧૬ કરોડના માતબર બજેટમાંથી ફિમેલ બેરેક, અતિ સંવેદનશીલ કેદીઓ માટે હાર્ડકોર સેલ, બાળકો માટે આંગણવાડી, મેટ્રન ઓફિસ, કેન્ટીન, લાયબ્રેરી, ઇન્ડોર ગેમ્સ રૂમ, જનસેવા કેન્દ્ર અને એડમિનિસ્ટ્રેશન ઓફિસ જેવી અત્યાધુનિક સુવિધાઓ તૈયાર કરી જેલ પરિસરને નવો લુક આપ્યો છે.જેલ તંત્ર અને સુરક્ષાકર્મીઓની તૈનાતીને વધુ સઘન બનાવવા માટે આઠ એકર જમીન ફરતે નવી કમ્પાઉન્ડ વોલ ઉપરાંત ફ્લેગ પોસ્ટ, સંત્રી બોક્સ, ગાર્ડ રૂમ અને કિચન-ડાઇનિંગ સુવિધાથી સજ્જ એસઆરપી બેરેકનું નિર્માણ કરાયું છે. લોકાર્પણ પ્રસંગે મંત્રી કમલેશ પટેલે સ્પષ્ટ કર્યું કે, રાજ્ય સરકાર જેલોમાં માત્ર કડક સુરક્ષા જ નહીં પરંતુ કેદીઓ અને જેલ પરિવાર માટે જરૂરી તમામ ભૌતિક સુવિધાઓ પૂરી પાડી સુધારાત્મક વાતાવરણ ઊભું કરવા પ્રતિબદ્ધ છે.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, વડોદરા ઝોન જેલના ડીઆઈજી સરોજ કુમારી તેમજ વડોદરા મધ્યસ્થ જેલ અધિક્ષક ઉષાબેન રાડા સહિતના વરિષ્ઠ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!