આમોદ તાલુકાના કોલવણા ગામે ઈસ્લામ ધર્મના આખરી પયગંબર હઝરત મોહંમદ (સ.અ.વ.) ના જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદુન્નબીની ભારે ઉત્સાહ અને આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ગામમાં નાત શરીફનું પઠન કરતા ઝુલુસનું આયોજન કરવામાં આવતા વાતાવરણ બંદગીભર્યું બની ગયુ હતુ
ઝુલુસમાં બાળકોથી લઈને વડીલો સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના અકીદતમંદો જોડાયા હતા.સૌએ ધાર્મિક પહેરવેશ ધારણ કરી હાથમાં ઝંડા સાથે ઝુલુસમાં ભાગ લીધો હતો.ઝુલુસ દરમિયાન ધાર્મિક નારા લગાવવામાં આવ્યા હતા તેમજ નાત શરીફનું પઠન કરવામાં આવ્યુ હતુ.જેના પગલે સમગ્ર વાતાવરણ બંદગીમય બની ગયુ હતુ.ઈદે મિલાદના પવિત્ર પ્રસંગે દિવસ દરમિયાન વિવિધ સ્થળોએ દૂધ, કોલ્ડ્રિંક્સ, કેક, ચોકલેટ સહિતની ન્યાઝ તકસીમ કરવામાં આવી હતી.કોલવણા ગામે આવેલ હઝરત જબ્બારશાહ બાવાની દરગાહ ખાતે ફાતેહા ખ્વાનીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
કોલવણા ગામની નુરે મોહંમદી મસ્જિદ ખાતે હુઝુરે પાકના મુએ મુબારક, જુલ્ફ મુબારક અને નાલેન પાકની જીયારત પણ કરાવવામાં આવી હતી.આ ઉપરાંત સવાર અને સાંજે દાવતે આમ ન્યાઝનું આયોજન કરવામાં આવ્યુ હતુ.ઈદે મિલાદના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સૈયદ તોકીર બાવા તથા નાતખ્વા નાસિરભાઈ આમોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.બાર દિવસ સુધી તકરીર અને ન્યાઝ નું આયોજન કરવામાં આવ્યુ હતુ.મિલાદના કાર્યક્રમને સફળ બનાવવા મૌલાના ઇમરાન,કારી સજજાદ,સુન્ની યંગ કમિટી, નવી નગરી તથા હુસૈની કમિટીના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com