Skip to main content

Geo Gujarat News

વાગરાના શકીલ રાજને ભરૂચ જિલ્લા ઇન્ટુકની કમાન, કોંગ્રેસના પાયાના કાર્યકર શકીલ રાજને મજદૂર સંગઠનની કમાન..

વાગરાના કોંગ્રેસના ઘનિષ્ઠ પાયાના કાર્યકર અને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી રાજ શકીલ હુસેન, જેઓ શકીલ રાજ તરીકે જાણીતા છે, તેમની ભરૂચ જિલ્લા રાષ્ટ્રીય મજદૂર કોંગ્રેસ (ઇન્ટુક)ના પ્રમુખ તરીકે બિનહરીફ નિમણૂક કરવામાં આવી છે. તેમની વરણીથી કોંગ્રેસ કાર્યકરો તેમજ મજદૂર સંગઠન સાથે જોડાયેલા આગેવાનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની સૂચના, ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની ભલામણ તથા ગુજરાત પ્રદેશ મજદૂર કોંગ્રેસ (ઇન્ટુક)ના પ્રમુખ નૈષધ દેસાઈના નિર્ણય બાદ શકીલ રાજને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. લાંબા સમયથી કોંગ્રેસ સંગઠનમાં સક્રિય રહી પાયાના સ્તરે કાર્ય કરનાર શકીલ રાજને મજદૂર સંગઠનની જવાબદારી મળતા કાર્યકરોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.નિમણૂક બદલ શકીલ રાજે પ્રદેશ અને જિલ્લા કોંગ્રેસના નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં તેઓ તમામ સાથીદારો સાથે ખભેખભો મિલાવીને યુવાનો અને કામદારોના હિત માટે સતત લડત આપશે. સાથે જ ભરૂચ જિલ્લાના સંગઠિત અને અસંગઠિત શ્રમિકોના વિવિધ પ્રશ્નોને વાચા આપી તેમના હક્કો અને હિત માટે અવાજ ઉઠાવવાની સાથે ઇન્ટુક સંગઠનને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. શકીલ રાજની ભરૂચ જિલ્લા ઇન્ટુક પ્રમુખ તરીકે વરણી થતાં જિલ્લા કોંગ્રેસ અને મજદૂર સંગઠનના હોદ્દેદારો, આગેવાનો તેમજ કાર્યકરો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. તેમની નિમણૂકથી ભરૂચ જિલ્લામાં મજદૂર સંગઠનને વધુ સક્રિય અને મજબૂત બનાવવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!