Skip to main content

Geo Gujarat News

સાઉથ આફ્રિકામાં જંબુસરના વેપારીનું ફિલ્મી ઢબે અપહરણ, પોલીસના વેશમાં આવેલા સશસ્ત્ર શખ્સોએ ચેકિંગના બહાને કાર રોકી ઉઠાવી ગયા!

ભરૂચ જિલ્લાના જંબુસરના વેપારી અને સાઉથ આફ્રિકામાં પરિવાર સાથે રહેતા આસિફ ઘાસીયાનું સશસ્ત્ર શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવતા પરિવારજનોમાં ચિંતાનો માહોલ છવાયો છે. ઘટનાને પગલે સાઉથ આફ્રિકામાં વસતા ગુજરાતીઓમાં પણ સુરક્ષાને લઈને ફફડાટ ફેલાયો છે. મળતી માહિતી મુજબ, આસિફ ઘાસીયા પોતાની કારમાં જઈ રહ્યા હતા ત્યારે પોલીસ યુનિફોર્મમાં આવેલા શખ્સોએ ચેકિંગના બહાને તેમની કાર અટકાવી હતી. આસિફ કારમાંથી નીચે ઉતરતા જ અન્ય એક કારમાં સવાર શખ્સોએ તેમને જબરદસ્તી ઝડપી લીધા હતા અને પોતાની સાથે લઈ ફરાર થઈ ગયા હતા.આ સમગ્ર અપહરણની ઘટનામાં બે કારમાં આવેલા આશરે સાત જેટલા સશસ્ત્ર શખ્સો સામેલ હોવાની માહિતી સામે આવી છે. પોલીસના વેશમાં આવી ચેકિંગના બહાને વેપારીનું અપહરણ કરવામાં આવતા સમગ્ર ઘટનાએ સાઉથ આફ્રિકામાં વસતા ગુજરાતીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. આસિફ ઘાસીયા સાઉથ આફ્રિકામાં પરિવાર સાથે રહી વ્યવસાય કરતા હતા. તેમના અપહરણના સમાચાર મળતા પરિવારજનો ભારે ચિંતામાં મુકાયા છે અને આસિફની સલામત વાપસી માટે પ્રાર્થના કરી રહ્યા છે. પરિવારજનોએ ભારત સરકારને સમગ્ર મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરી આસિફને સલામત પરત લાવવા માટે જરૂરી મદદ અને કાર્યવાહી કરવાની માંગ કરી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!