Skip to main content

Geo Gujarat News

આમોદના દોરા ગામે હળપતિ આવાસ યોજના હેઠળ ૩૦ પરિવારોનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર: ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે ચાવી સોંપાઈ

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દોરા ગામે સરકારી આવાસ યોજનાના માધ્યમથી ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોના જીવનમાં ખુશીનો નવો સૂર્યોદય થયો છે, જ્યાં હળપતિ આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલા આશરે ૩૦ જેટલા નવનિર્મિત પાકા મકાનોનો ભવ્ય ગૃહપ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે આમોદ-જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે. સ્વામી તેમજ સ્થાનિક ભાજપના કાર્યકરોની વિશેષ ઉપસ્થિતિમાં લાભાર્થી પરિવારોને પોતાના ડ્રીમ હોમની ચાવીઓ સપ્રેમ અર્પણ કરવામાં આવી હતી.વર્ષોથી છત વગરના કે કાચા મકાનમાં વસવાટ કરતા અને પોતાના પાકા ઘરની આશા સેવતા લાભાર્થીઓએ જ્યારે પોતાના નવા મકાનમાં પગરણ કર્યા, ત્યારે તેમના ચહેરા પર હરખ અને આંખોમાં સંતોષની લાગણી છલકાઈ ઉઠી હતી. શાસન દ્વારા છેવાડાના માનવી સુધી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડીને તેમને સન્માનજનક અને સુરક્ષિત જીવન પૂરું પાડવાની આ સરાહનીય કામગીરીને સમગ્ર ગ્રામજનોએ ઉત્સાહભેર આવકારી હતી, અને આ નૂતન ગૃહપ્રવેશ સાથે જ તમામ ગરીબ પરિવારોના જીવનમાં સુખ, શાંતિ અને ઉજ્જવળ ભવિષ્યની એક નવી આશાનો સંચાર થયો હતો.

 

 

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!