Skip to main content

Geo Gujarat News

અંકલેશ્વરના રહેણાંક ફ્લેટમાં ચાલતી ક્લબ પર LCB ત્રાટકી, ૨.૧૦ લાખના મુદ્દામાલ સાથે પાંચ શોખીન જુગારીઓ જેલભેગા!

અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં કાયદાના રક્ષકોએ દરોડો પાડીને એક હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ કર્યો છે. કાપોદ્રા પાટીયા નજીક આવેલી ઉમંગ રેસીડન્સીના ત્રીજા માળે ફ્લેટ નંબર ૩૦૩માં ગુપ્ત રીતે પત્તાનો ખેલ ચાલી રહ્યો હોવાની ચોક્કસ બાતમી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ના પીએસઆઈ આર.કે. ટોરાણી અને તેમની નાઇટ પેટ્રોલિંગ ટીમને મળી હતી. બાતમીના આધારે પોલીસે મોડી રાત્રે દરોડો પાડતાં ફ્લેટ માલિક વિશાલ રાદડીયા દ્વારા બહારથી જુગારીઓને બોલાવી રમાડવામાં આવતો રૂપિયાની હાર-જીતનો જુગાર રંગેહાથ ઝડપાઈ ગયો હતો.પોલીસે ઘટના સ્થળેથી જુગારના અડ્ડા પર દાવ લગાવતા ફ્લેટ માલિક વિશાલ રાદડીયા ઉપરાંત બાલુ કરડ, વિજય કોટડીયા, જીગ્નેશ કકડીયા અને કૌશીષ ઘોડાસરા નામના કુલ પાંચ શખ્સોની ધરપકડ કરી છે. દરોડા દરમિયાન LCBની ટીમે આરોપીઓની અંગઝડતી તેમજ દાવ પરથી રોકડ રકમ, મોબાઈલ ફોન અને વાહનો મળીને કુલ રૂ. ૨.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. શાંત રહેણાંક સોસાયટીઓમાં ગેરકાયદે પ્રવૃત્તિ આચરતા તત્વો સામે ક્રાઇમ બ્રાન્ચે લાલઆંખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતાં અંકલેશ્વરના જુગારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.

 

 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!