Skip to main content

Geo Gujarat News

ભરૂચના કોઠી વાલ્મિકી વાસ ખાતે શ્રી ઘોઘારાવ મહારાજના જીવનચરિત્ર પર આધારિત ભક્તિમય સોયલાનું ભવ્ય આયોજન: સૂફી ગાયકોના સૂરોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું

ભરૂચ શહેરના કોઠી વાલ્મિકી વાસ ખાતે શ્રી ઘોઘારાવ મહારાજના જીવનચરિત્રને લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે ભક્તિમય સોયલા (ભજન સંધ્યા)નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જાણીતા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને આયોજકોના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં સુરતના પ્રખ્યાત સૂફી ગાયક રાજા સૂફી, પિગ્નેશ સુરતી અને તેમના ગ્રુપે ભજન તથા સંગીતની મનમોહક પ્રસ્તુતિ કરી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. આ ધાર્મિક મહોત્સવમાં ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ઘોઘારાવ મંદિરના પૂજારી જયકુમાર, નગરસેવક ગણેશ કાયસ્થ, ચિરાગ મહારાજ, કાઉન્સિલર વિજય મકવાણા તેમજ ભાજપ માઈનોરિટી સેલના મહામંત્રી સાજીદ શેખ નવાબ સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!