Skip to main content

Geo Gujarat News

આમોદ: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કિયા કાર મોટા વાહન સાથે ધડાકાભેર અથડાતા 3નાં મોત, એક ગંભીર, પરિવાર પર તૂટી પડ્યો કાળ

આમોદ તાલુકાના માતર નજીકથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર આજે ફરી એક વખત ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. અકસ્માતની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. પ્રાથમિક માહિતી મુજબ સુરત તરફથી આવતું એક પરિવાર અકસ્માતનો ભોગ બન્યું હતું. રવિયાણા ગામના ચાર લોકો કિયા કારમાં સવાર હતા, ત્યારે માતર નજીક કાર આગળ જઈ રહેલા મોટા વાહન સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને ઘટનાસ્થળે જ કરુણ દૃશ્યો સર્જાયા હતા. આ અકસ્માતમાં બે મહિલાઓ સહિત કુલ ત્રણ લોકોનાં મોત થયાં હોવાનું સામે આવ્યું છે, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે. પ્રાથમિક અનુમાન મુજબ કાર પૂરપાટ ઝડપે દોડી રહી હતી અને ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર આગળના મોટા વાહન સાથે અથડાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે અકસ્માતનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને રાહત-બચાવ કામગીરી હાથ ધરી હતી. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે કરજણની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એક વ્યક્તિની હાલ સારવાર ચાલી રહી છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર વારંવાર સર્જાતા ગંભીર અકસ્માતોને પગલે હવે રોડ સેફ્ટી, વાહનોની ઝડપ અને ટ્રાફિક નિયંત્રણ અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. એક્સપ્રેસવે પર વધતી અકસ્માતોની ઘટનાઓ વચ્ચે તંત્ર દ્વારા સલામતીના પગલાં વધુ કડક બનાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. સમગ્ર મામલે આમોદ પોલીસે આગળની કાર્યવાહી અને અકસ્માત અંગેની તપાસ હાથ ધરી છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!