Skip to main content

Geo Gujarat News

આમોદના નાહિયેર ગામે શ્રાવણ માસના અંતિમ શનિવારે ભક્તોનો ઘોડાપૂર: હનુમાનજી મંદિર ખાતે દર્શન સાથે મેળાની ભવ્ય ઉજવણી

નાહિયેર (આમોદ): શ્રાવણ માસના અંતિમ શનિવાર નિમિત્તે આમોદ નજીક આવેલા નાહિયેર ગામના હનુમાનજી મંદિર ખાતે ધાર્મિક આસ્થા અને ભક્તિમય માહોલ વચ્ચે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. દાદાના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગી હતી અને સમગ્ર પરિસર જય હનુમાનના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. મેળામાં બાળકો માટે ચગડોળ, જમ્પિંગ જેવા મનોરંજનના સાધનો તેમજ ખાણી-પીણીના સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, જ્યાં નાની વયના બાળકોથી લઈને વડીલો સુધીના સૌએ ઉત્સાહપૂર્વક આનંદ માણ્યો હતો. ધાર્મિક શ્રદ્ધા અને ઉત્સવના આ સંગમને કારણે નાહિયેર ગામે દિવસભર ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

 

 

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!