દેરોલ: ભરૂચ જિલ્લાના દેરોલ ગામ ખાતે બાલા પીર દાદાના વાર્ષિક સંદલની શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ વર્ષથી દેરોલ ખાતે યોજાતો આ ઉર્સ માત્ર ધાર્મિક કાર્યક્રમ પૂરતો સીમિત ન રહેતા હિન્દુ-મુસ્લિમ એકતા અને ભાઈચારાનું સુંદર ઉદાહરણ બન્યો છે. સંદલ દરમિયાન આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી દરગાહ ખાતે ચાદર અર્પણ કરી ફાતેહા અને દુઆ કરી હતી. આ પ્રસંગે સાજીદભાઈ નવાબ, એડવોકેટ જમીરભાઈ શેખ, માજી સરપંચ દિલાવરભાઈ, રકીબભાઈ શેખ, ઇમરાનભાઈ ભટ્ટી, કાસમભાઈ રાજ, સાદીકભાઈ તથા ઇઝહારભાઈ મંડોરી સહિત અનેક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આયોજકો દ્વારા તમામ સમાજના લોકોનો આભાર વ્યક્ત કરી “એકતા અને ભાઈચારો જ સમાજની સાચી તાકાત છે” તેનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023