Skip to main content

Geo Gujarat News

વાગરાના કલમ નજીક રાત્રે નિલગાય અચાનક આડી આવતા માર્ગ અકસ્માત, રોજાટંકારીયાનો યુવક ઇજાગ્રસ્ત, 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો

વાગરા તાલુકામાં રાત્રિના સમયે વન્યજીવોના કારણે થતા માર્ગ અકસ્માતોની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. કલમ ગામ નજીકથી પસાર થઈ રહેલા એક બાઇક સવાર સામે અચાનક નિલગાય આડી ઉતરતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, રોજાટંકારીયા ગામના નિવાસી યુવક પોતાની નોકરી પૂર્ણ કરીને બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન અંધારામાં અચાનક જ નિલગાય રસ્તા પર ધસી આવતા બાઇકચાલકે સંતુલન ગુમાવ્યું હતું અને બાઇક જોરદાર ધમાકા સાથે પટકાઈ હતી. આ અકસ્માતમાં યુવકને શરીરે નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.ઘટના બનતા જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તુરંત જ મદદ માટે દોડી આવ્યા હતા. બનાવ અંગે તાત્કાલિક 108ને જાણ કરવામાં આવતા, ટીમે સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્ત યુવકને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો. રાત્રિના સમયે ગ્રામ્ય અને હાઇવે માર્ગો પર વન્યજીવોના મુક્ત ફરેરાટને કારણે વાહનચાલકોની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકો દ્વારા માગ કરવામાં આવી છે કે સંબંધિત તંત્ર દ્વારા આવા અકસ્માત સંભવિત વિસ્તારોમાં સાઇનબોર્ડ મૂકવામાં આવે તેમજ યોગ્ય તકેદારીના પગલાં લેવાય.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!