Skip to main content

Geo Gujarat News

આમોદમાં કાળમુખો અકસ્માત: નેશનલ હાઇવે-64 પર ટ્રક પાછળ ઘૂસી ગઈ બાઇક, નિણમ ગામના ૨૨ વર્ષીય યુવકનું કરુણ મોત

આમોદ તાલુકાના સમની અને તણછા ગામ વચ્ચે નેશનલ હાઇવે-64 પર એક ગમખ્વાર અકસ્માત સર્જાતા હળદૂડ મચી ગઈ છે. નિણમ ગામના રહેવાસી ૨૨ વર્ષીય યુવક નિશાંત પિનાકીન પટેલ પોતાની બાઇક સાથે આગળ ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર અથડાતા ગંભીર હાદસો સર્જાયો હતો. આ ભયાનક ટક્કરમાં નિશાંત પટેલને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે આમોદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતાની સાથે જ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.યુવાન વયના દીકરાના અચાનક આકસ્મિક અવસાનથી નિણમ ગામ અને પરિવારજનોમાં ભારે શોક અને ગમગીની છવાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિનો તાગ મેળવી ગુનો નોંધીને વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!