Skip to main content

Geo Gujarat News

ફાયર NOCના નામે લાંચનો ધંધો! ગાંધીનગરના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર ACBના સકંજામાં, 20 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા..

રાજ્યમાં ભ્રષ્ટાચાર સામે ACBએ વધુ એક મોટું ઓપરેશન પાર પાડતાં ગાંધીનગર ફાયર બ્રિગેડના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશકુમાર બાબુલાલ પટેલને રૂપિયા 20 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. ફાયર NOC રિન્યુ કરી આપવાના બદલામાં અધિકારીએ ખુલ્લેઆમ લાંચની માગણી કરી હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. ફરિયાદીએ લાંચ આપવા ઇનકાર કરતાં ભરૂચ ACBનો સંપર્ક કર્યો હતો.ACBએ સેક્ટર-17 સ્થિત ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસની કચેરીમાં ટ્રેપ ગોઠવી અને રાજેશ પટેલ પોતાની ચેમ્બરમાં જ લાંચની રકમ સ્વીકારતા જ તેમને રંગેહાથ ઝડપી લીધા હતા. ચોંકાવનારી વાત એ છે કે દોઢ મહિના પહેલાં જ અમદાવાદ મનપાના ચીફ ફાયર ઓફિસર પણ લાંચ લેતા ઝડપાયા હતા. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના ફાયર બ્રિગેડના સાત અધિકારીઓ ACBની ઝપટે ચડી ચૂક્યા છે. ત્યારે સવાલ એ છે કે લોકોની સુરક્ષાની જવાબદારી સંભાળતું ફાયર વિભાગ NOCના નામે ભ્રષ્ટાચારનું અડ્ડું બની રહ્યું છે કે શું? હવે આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી થાય છે કે નહીં તેના પર સૌની નજર છે.

 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!