ભરૂચ શહેરના આલી વિસ્તારમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ સામે આવેલા આશિયાના કોમ્પલેક્ષમાં શનિવારે એક ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી હતી. કોમ્પલેક્ષની એક બાજુ આવેલી ત્રીજા માળની ગેલેરી અચાનક તૂટી પડતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. ગેલેરીના ભારે કાટમાળ નીચે પાર્ક કરેલી બે રિક્ષાઓ પર પડતા બંને રિક્ષાઓને ભારે નુકસાન પહોંચ્યું હતું.
સદનસીબે ઘટના સમયે ત્યાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ આ ઘટના શહેરની જર્જરિત ઇમારતોની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા. લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને આસપાસનો વિસ્તાર થોડા સમય માટે ગભરાટમાં ફેરવાઈ ગયો હતો. સ્થાનિકોએ માંગ કરી છે કે ભરૂચ નગરપાલિકા શહેરની જૂની અને જર્જરિત ઇમારતોનું તાત્કાલિક સર્વેક્ષણ કરે, જવાબદારો સામે કાર્યવાહી કરે અને આવી બેદરકારીના કારણે ભવિષ્યમાં કોઈ નિર્દોષનો જીવ જોખમમાં ન મુકાય તેની ખાતરી કરે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com