Skip to main content

Geo Gujarat News

ભરૂચ: જૂના તવરા ગામ હવે CCTVના કડક પહેરા હેઠળ! 8 લાખના ખર્ચે 28 કેમેરાથી સુરક્ષા વ્યવસ્થા બની વધુ મજબૂત..

ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે સુરક્ષાની દિશામાં એક મહત્વપૂર્ણ અને પ્રશંસનીય પહેલ કરી છે. ગામમાં અંદાજે રૂ. 8 લાખથી વધુના ખર્ચે 28 CCTV કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે, જેના કારણે હવે ગામના મુખ્ય માર્ગો, જાહેર સ્થળો અને અગત્યના વિસ્તારો ચોવીસે કલાક કેમેરાની નજર હેઠળ રહેશે. ગામના સરપંચ જાગૃતિબેન પૃથ્વીરાજસિંહ પરમાર, ડેપ્યુટી સરપંચ તેમજ વોર્ડ સભ્યોના સંયુક્ત પ્રયાસોથી આ સુરક્ષા પ્રોજેક્ટ સાકાર થયો છે. ગામમાં બનતી શંકાસ્પદ હિલચાલ, ચોરી, અકસ્માત અથવા અન્ય કોઈ અનિચ્છનીય ઘટનાની તપાસમાં CCTV કેમેરા મહત્વની ભૂમિકા ભજવશે અને જવાબદારો સુધી પહોંચવું વધુ સરળ બનશે. ગામજનોમાં પણ આ પહેલને આવકાર મળ્યો છે. સ્થાનિકોનું માનવું છે કે CCTV વ્યવસ્થાથી માત્ર ગુનાઓ પર અંકુશ જ નહીં, પરંતુ સમગ્ર ગામમાં સુરક્ષા અને જવાબદારીની ભાવના પણ વધુ મજબૂત બનશે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!