Skip to main content

Geo Gujarat News

વાગરા GIDCમાં મજૂરોના હકોની હવે આરપારની લડાઈ! INTUCની ચેતવણી, શોષણ બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલન થશે..

વાગરા GIDC અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરતા હજારો શ્રમિકોના હકો, સુરક્ષા અને સ્થાનિક રોજગારીના મુદ્દે રાષ્ટ્રીય મજૂર કોંગ્રેસ (INTUC) ભરૂચ જિલ્લા દ્વારા વાગરા ખાતે ભવ્ય સંગઠનાત્મક બેઠક યોજાઈ હતી. બેઠકમાં મજૂરોની પડતર સમસ્યાઓને લઈને તીખા શબ્દોમાં કંપનીઓ અને તંત્ર સામે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.સંગઠનના આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે વર્ષોથી સ્થાનિક શ્રમિકોને રોજગારી, પૂરતું વેતન અને સુરક્ષાના મુદ્દે અવગણવામાં આવી રહ્યા છે, જે હવે વધુ સહન કરવામાં નહીં આવે. કાર્યક્રમ દરમિયાન મજૂર એકતા જિંદાબાદ અને સંગઠન શક્તિ, દેશની શક્તિ જેવા નારાઓ સાથે શ્રમિકોને એક મંચ પર લાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. શ્રમિકોના હકો માટે મજબૂત લડત ચલાવવા, અન્યાય સામે અવાજ ઉઠાવવા અને સંગઠનને વધુ સશક્ત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા INTUC સમિતિ દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાઓના નવા હોદ્દેદારોની નિમણૂક પણ કરવામાં આવી હતી. નવનિયુક્ત હોદ્દેદારોએ મજૂરોના હિતો, કલ્યાણ અને અધિકારો માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.INTUC ભરૂચ જિલ્લા પ્રમુખ સકીલ રાજે કડક ચેતવણી આપતાં જણાવ્યું કે વાગરા GIDCમાં સ્થાનિક શ્રમિકોનું શોષણ, ઓછું વેતન અને સુરક્ષાના અભાવ જેવા પ્રશ્નો હવે સહન કરવામાં નહીં આવે. જો કંપનીઓ મજૂરોના હકોનું રક્ષણ કરવામાં નિષ્ફળ જશે અને શોષણ બંધ નહીં કરે, તો INTUC દ્વારા ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે.કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ INTUC પ્રમુખ નૈસેધ દેસાઈ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, કોંગ્રેસ અગ્રણી સુલેમાન પટેલ, તાલુકા પ્રમુખ આસિફ પટેલ સહિત જિલ્લા અને તાલુકાના અનેક આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ જણાવ્યું કે શ્રમિકોની મજબૂત એકતા જ જિલ્લાના ઔદ્યોગિક વિકાસનો સાચો આધાર છે અને INTUC હંમેશાં મજૂરોના અવાજને બુલંદ કરતી રહેશે.

https://www.instagram.com/reel/Ddgo5iNvTXj/?stkn=Mmx4aGZwemx4OG81

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!