આમોદમાં આવેલા જર્જરિત સામુહિક આરોગ્ય કેન્દ્રને ધારાસભ્યની રજૂઆતને પગલે રૂપિયા ૪.૮ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે.આમોદ-જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી દ્વારા જર્જરિત સામુહિક આરોગ્ય કેન્દ્રની કાયાકલ્પ માટે ૧૪ મી માર્ચ ૨૦૨૬ ના રોજ ગુજરાત સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરી હતી.જેમની રજૂઆતને પગલે જર્જરિત સામુહિક આરોગ્ય કેન્દ્રના નવીનીકરણ માટે સરકાર દ્વારા રૂપિયા ૪.૮ કરોડના ખર્ચે ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ધારાસભ્ય ડી.કે.સ્વામીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર સુધી યોજાઈ રહેલા વિવિધ કાર્યક્રમો અને વિકાસલક્ષી કામગીરીના ભાગરૂપે વિવિધ યોજનાઓ તથા જરૂરિયાત મુજબની સુવિધાઓને મંજૂરી આપવામાં આવી રહી છે.તે અંતર્ગત આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવીનીકરણ માટે પણ ૪.૮ કરોડથી વધુનું કામ મંજૂર કરવામાં આવ્યું છે.ત્યારે આમોદ તાલુકાના ૫૫ જેટલા ગરીબ દર્દીઓ અને પરિવારજનોને વધુ સારી આરોગ્ય સુવિધાઓ પ્રાપ્ત થશે.
ગુજરાત સરકાર દ્વારા જર્જરિત આરોગ્ય કેન્દ્ર માટે નવીનીકરણની મંજૂરી આપતા ધારાસભ્ય ડી.કે.સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાનો આભાર વ્યક્ત કર્યો હતો.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023