આમોદ નગરમાં જળઝીલણી અગિયારસના પાવન પર્વ નિમિત્તે કાછીયા સમાજ દ્વારા પરંપરાગત રીતે લાલજી મહારાજની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં કાછીયા સમાજના આગેવાનો, ભાઈઓ-બહેનો સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.ધાર્મિક ગીતો અને બેન્ડની સુમધુર સુરાવલીથી સમગ્ર શોભાયાત્રાના માર્ગનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
શોભાયાત્રા બહુચરાજી મંદિર ખાતે પહોંચતા બાપા સીતારામ સેવા સમિતિના સભ્યો દ્વારા લાલજી મહારાજનું શ્રદ્ધાભેર સ્વાગત કરી પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું.બહુચરાજી મંદિરથી શોભાયાત્રા આગળ વધી મોટા તળાવ ખાતે પહોંચી હતી.જ્યાં ધારાસભ્ય ડી.કે.સ્વામી સહિત કાછીયા સમાજના આગેવાનો અને ભક્તોની ઉપસ્થિતિમાં લાલજી મહારાજની સ્નાન વિધિ કરવામાં આવી હતી.મોટા તળાવ ખાતે કાછીયા સમાજ ઉપરાંત અન્ય સમાજના આગેવાનોએ પણ લાલજી મહારાજની આરતી ઉતારી દર્શનનો લાભ લીધો હતો.
સ્નાન વિધિ અને આરતી બાદ લાલજી મહારાજની યજમાનના ઘરે પધરામણી કરવામાં આવી હતી.જ્યાં આરતી બાદ લાલજી મહારાજને થાળ ધરાવવામાં આવ્યો હતો.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023