Skip to main content

Geo Gujarat News

કરજણ: સ્પાઇન સર્જન ડૉ. વિસ્મય કોઠારીની કુશળ અને આધુનિક સારવાર હવે આપના આંગણે આરોગ્યમ્ હોસ્પિટલ ખાતે..

કરોડરજ્જુ અને સ્પાઇન સંબંધી તકલીફો જ્યારે ગંભીર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે દર્દીનું રોજીંદુ જીવન અને હલનચલન અત્યંત મુશ્કેલ બની જતું હોય છે. અગાઉ પણ અસહ્ય કમરના દુખાવાથી પથારીવશ બનેલા અને પેરાલિસિસના ગંભીર જોખમનો સામનો કરી રહેલા દર્દીઓને ડૉ. વિસ્મય કોઠારીની કુશળ, સમયસરની અને સચોટ સારવાર દ્વારા ઓપરેશન વગર જ પુનઃ સ્વસ્થ જીવન મળ્યું છે તેવી પ્રેરણાદાયી ઘટનાઓ સામે આવી ચૂકી છે. સ્પાઇન સંબંધિત મોટાભાગની સમસ્યાઓમાં જટિલ સર્જરીની આવશ્યકતા રહેતી નથી અને માત્ર યોગ્ય નિદાન, દવાઓ તથા માર્ગદર્શનથી જ દર્દીઓ સંપૂર્ણ સાજા થઈ શકે છે. જો ક્યારેક સર્જરીની અનિવાર્ય જરૂર ઊભી થાય તો પણ આજની અત્યાધુનિક ટેકનોલોજીને કારણે આ પ્રક્રિયાઓ અત્યંત સુરક્ષિત અને સરળ બની ગઈ છે.આ જ શ્રેષ્ઠ, અનુભવી અને વિશ્વસનીય તબીબી સેવાનો લાભ હવે કરજણ અને આસપાસના વિસ્તારના દર્દીઓ માટે ઘર આંગણે ઉપલબ્ધ બન્યો છે. કરજણ સ્થિત અતિ-આધુનિક સુવિધાઓથી સજ્જ આરોગ્યમ્ ઓર્થોપેડિક એન્ડ જનરલ હોસ્પિટલ તેમજ પ્રસુતિગૃહ તથા સોનોગ્રાફી સેન્ટર ખાતે ખ્યાતનામ સ્પાઇન સર્જન ડૉ. વિસ્મય કોઠારી (M.S. Orthopaedics, Fellowship in Spine Surgery – Fiss, Fmiss, Fess ) દર શુક્રવારે બપોરે ૧:૦૦ થી ૩:૦૦ વાગ્યા દરમિયાન પોતાની વિશેષ સેવાઓ આપવા માટે ઉપલબ્ધ રહેશે. અહીં કમર, પીઠ અને ગરદનનો દુખાવો, લાંબા સમય સુધી બેસવા કે ઊભા રહેવાથી થતી તકલીફ, હાથ-પગમાં ઝણઝણાટી અથવા નબળાઈ અનુભવા જેવી તમામ સમસ્યાઓ માટે ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે, તેમજ દર્દીઓની સગવડ માટે દૂરબીનથી થતાં ઓપરેશનની અત્યાધુનિક સુવિધા પણ ઉપલબ્ધ છે. ગ્રાઉન્ડ ફ્લોર તથા પહેલો માળ, મારુતિ પ્લાઝા, કરજણ પબ્લિક સ્કુલ પાછળ, નવા બજાર, કરજણ ખાતે ૨૪ કલાક ઇમરજન્સી સેવાઓ સાથે કાર્યરત આ હોસ્પિટલમાં કરોડરજ્જુની કોઈપણ તકલીફ માટે હેલ્પલાઇન નંબર ૮૩૨૦૦ ૭૦૭૯૨ પર સંપર્ક કરી શકાય છે.

 

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!