Skip to main content

Geo Gujarat News

આમોદ નગરપાલિકા પટાંગણમાં ૧૨મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું સફળ આયોજન, ૫૫થી વધુ સરકારી સેવાઓનો સ્થળ પર જ નિક

આમોદ તાલુકા વહીવટી તંત્ર અને આમોદ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે નગરપાલિકા પટાંગણ ખાતે ૧૨મા તબક્કાના ૨.૧ ‘સેવા સેતુ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નાગરિકોને સરકારી કચેરીઓના બિનજરૂરી ધક્કામાંથી મુક્તિ આપીને એક જ સ્થળે તમામ કલ્યાણકારી સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી આયોજિત આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને અતિથિ સ્વાગત સાથે થઈ હતી.આ સેવાયજ્ઞ દરમિયાન જાતિ અને આવકના પ્રમાણપત્રો, આધારકાર્ડ, રેશનકાર્ડ, ખેતીવાડી લક્ષી યોજનાઓ તેમજ આરોગ્ય સેવાઓ સહિત કુલ ૫૫ જેટલી સરકારી યોજનાઓની સેવાઓ અને માહિતી સ્થળ પર જ પૂરી પાડવામાં આવી હતી.કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત ધારાસભ્ય ડી. કે. સ્વામીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મંજૂર થયેલા ૨૧૫ જેટલા મકાનોના મંજૂરી પત્રો પાત્ર લાભાર્થીઓને અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્યએ નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પોતાના વિસ્તારમાં ઘેર-ઘેર જઈને યોજનાઓનો પ્રચાર કરવા અને પ્રત્યેક જરૂરિયાતમંદ સુધી સરકારી લાભો પહોંચાડવા સખત નિર્દેશ આપ્યા હતા. આ સાથે જ, વડાપ્રધાનશ્રીના જન્મદિન નિમિત્તે શરૂ કરાયેલા એક માસના વિશેષ સેવા અભિયાનનો મહત્તમ લાભ લેવા માટે તમામ નાગરિકોને ભારપૂર્વક અપીલ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ધારાસભ્ય દેવ કિશોર સ્વામી, ચીફ ઓફિસર રાકેશ ઠાકોર, આમોદ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તેમજ ભાજપના કાર્યકર્તાઓ ચૂંટાયેલા સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!