આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ સ્થળોએ મોબાઈલ ફોન ગુમ થયાની ફરિયાદો નોંધાઈ હતી.આ ફરિયાદોને ગંભીરતાથી લઈ આમોદ પોલીસ દ્વારા ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી તેમના મૂળ માલિકોને પરત સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરી આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કરમટિયાના માર્ગદર્શન હેઠળ સાઇબર ક્રાઈમ સાથે સંકળાયેલા પોલીસ મિત્રોની ટીમ દ્વારા કરવામાં આવી હતી. ટેકનિકલ માહિતીના આધારે વિવિધ કંપનીના ગુમ થયેલા મોબાઈલ ફોનને ટ્રેસ કરી પોલીસ ટીમે સફળતા મેળવી હતી.
આમોદ પોલીસ દ્વારા પરત કરવામાં આવેલા ૧૩ મોબાઈલ ફોનની કિંમત આશરે રૂ.૨,૪૭,૪૯૦ હોવાનું જાણવા મળ્યું છે.લાંબા સમય બાદ પોતાના ગુમ થયેલા મોબાઈલ પરત મળતા અરજદારોમાં ખુશી જોવા મળી હતી.આ પ્રસંગે જંબુસરના નાયબ પોલીસ અધિક્ષક પી.એલ.ચૌધરીએ આમોદ પોલીસ ટીમની પ્રશંસનીય કામગીરીની સરાહના કરી હતી.
મોબાઈલ ફોન પરત મળતા તમામ અરજદારોએ આમોદ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.આમોદ પોલીસની સાઇબર ક્રાઈમ ટીમ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુમ થયેલા મોબાઈલ શોધી કાઢવાની કામગીરી બદલ સ્થાનિક સ્તરે પણ પ્રશંસા કરવામાં આવી હતી. 
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023