Skip to main content

Geo Gujarat News

ભરૂચ: ગુજરાત કેસરી સ્ટેટ ચેમ્પિયનશિપમાં ભરૂચનો ડંકો! બે બોડી બિલ્ડરોએ સિલ્વર મેડલ જીતી વધાર્યું ગૌરવ..

ગુજરાત કેસરી સ્ટેટ ચેમ્પિયનશિપમાં ભરૂચના બે યુવા બોડી બિલ્ડરોએ શાનદાર પ્રદર્શન કરી રાજ્યકક્ષાએ દ્વિતીય સ્થાન મેળવી ભરૂચનું ગૌરવ વધાર્યું છે. હાઉસ ઓફ બ્રોડઝિલ્લા જીમના હેડ કોચ ધવલ મહિડાના માર્ગદર્શન હેઠળ સ્પર્ધામાં ભાગ લેનાર પ્રેમ રાજુભાઈ વસાવા અને ગણેશ રાજેશ વસાવાએ પોતાની મહેનત, શિસ્ત અને સતત તાલીમના બળે સિલ્વર મેડલ મેળવ્યા હતા. સ્પર્ધામાં પ્રેમ રાજુભાઈ વસાવાએ જુનિયર મેન્સ બોડી બિલ્ડિંગ કેટેગરીમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી હતી. જ્યારે ગણેશ રાજેશ વસાવાએ સિનિયર બોડી બિલ્ડિંગની 50થી 55 કિલોગ્રામ વજન વર્ગની કેટેગરીમાં દ્વિતીય સ્થાન મેળવી પોતાની પ્રતિભાનો પરચો આપ્યો હતો.બંને ખેલાડીઓએ કોચ ધવલ મહિડાના માર્ગદર્શન હેઠળ લાંબા સમયથી નિયમિત તાલીમ, કડક શિસ્ત અને મહેનત સાથે સ્પર્ધાની તૈયારી કરી હતી. રાજ્યકક્ષાની પ્રતિષ્ઠિત સ્પર્ધામાં બંને ખેલાડીઓએ સિલ્વર મેડલ મેળવી ભરૂચના બોડી બિલ્ડિંગ ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. બંને યુવા બોડી બિલ્ડરોની આ સિદ્ધિને પગલે હાઉસ ઓફ બ્રોડઝિલ્લા જીમ પરિવાર તેમજ ભરૂચના રમતપ્રેમીઓમાં ખુશીની લાગણી પ્રસરી છે. તેમની સફળતા યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની છે અને ભવિષ્યમાં ભરૂચમાંથી વધુ પ્રતિભાશાળી બોડી બિલ્ડરો રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે નામના મેળવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!